Jay Vadwala Dev ni
અસ્તિત્વની આનંદયાત્રા
ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં...પૂર્ણતાનું આ સમીકરણ અદભૂત છે! સર્વના નિયંતા એવા પરમાત્મા પૂર્ણ છે. તેના અંશરૂપ જીવ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રકટવા છતાં શિવનું શિવત્વ અખંડ રહે છે! વાત અટપટી છે ને મિત્રો? અણુવિજ્ઞાનીઓ તેનો એક અર્થ લેશે અને વેદાંતીઓ બીજો. આપણે તો સાવ સરળ અને વ્યવહારુ ભાવાર્થ લઇશું.
ગત પાંચ અંકોમાં આપણે માનવ શરીરનું પાંચ કોષોના રૂપમાં દર્શન કર્યું. આ પાંચ કોષો હકીકતમાં જુદાઘ્ જુદા અંગો નથી. એકમેકથી અભિન્ન રીતે જોડાયેલા આ ગુણસમૂહો જીવનમાં પૂર્ણતા લાવે છે. માણસ જે કાંઇ કરે છે, તે શા માટે? જીવનનો મૂળ ઉદ્દેશ શું છે? સંસાર સાગરમાં ડગુમગુ થતી નૌકાને આનંદના કિનારે પહોંચડવાની યાત્રા એટલે જીવન!
એક ઇચ્છા પૂરી થઇ એટલે સુખની ઉષા પ્રકટી ત્યાં વળી બીજી કોઇ નાની અમથી વાત ફરી પાછી ઊણપ પ્રકટ કરે, એટલે વળી પાછી દુ:ખની નિશા પછેડી તાણે. આમ ને આમ સુખ-દુ:ખના શીળા-ઊના વાયરા વાયા કરે. જીવનમાં સ્થાયી સુખનો ઉપાય છે ખરો? ભારતીય દર્શન તેનો ઉપાય સૂચવે છે. જીવનમાં પૂર્ણતા લાવવાથી ચિદાનંદ પ્રાપ્ત થાય.
એક સરળ ઉદાહરણ લઇએ. કરોડપતિ શેડિયાને રાત્રે ઊઘની ગોળી લેવી પડે અને જેને આવતી કાલે પેટની આગ ઠારવા દાણાનું જોગાણ નથી તેવો શ્રમિક જર્જરિત ઝૂંપડીમાં તૂટી-ભાંગી ખાટલીમાં નિરાંતે પોઢે છે. તેનું કારણ શું? સુખ-સાહ્યબીનાં સઘળાં સાધનો હાથવગાં હોવા છતાં અધૂરપની આહ કેમ ઊઠે છે? તેનો અર્થ એ થયો કે સાધનો એ સુખનું કારણ નથી. સુખનું કારણ છે, મનની અવસ્થા.
દારૂ પીને ઉન્મત્ત બનેલા માંકડા જેવું મન કેમ શાંત થાય? મનને શાંત કરવા વિવેક જોઇએ. વિવેક કયાંથી મળશે? પોથીઓમાંથી કે વ્યાખ્યાનોમાંથી? પેલા શેઠની પર્સનલ લાઇબ્રેરીમાં તો શંકરાચાર્યથી સોક્રેટીસ અને રામદેવજીથી માંડીને રોબીન શર્મા સુધીનું પાંડિત્ય મોજૂદ છે. દર વરસે એકાદ પારાયણના યજમાન પણ અવશ્ય બને. તોયે ઠેર ના ઠેર!
વરસો પહેલાં હોસ્ટેલના પગથિયે બેસીને મારા એક સહપાઠી સાથે રમેલ કાવ્ય અંતાક્ષરીનું સ્મરણ થાય છે. તેમણે લખ્યું હતું ‘વરસે શબ્દો અહીં તહીં, મોક્ષ તણી સમજના અનરાધાર, તોય ગાગર મનની કેમ રહે ખાલી?’ ઉત્તર વાળ્યો હતો, ‘ટપક્યું ટીપું એક અનંત જળધારી મહીંથી ને ગયું છલકાવી કૂવા પાતાળ!’ ભાવાર્થ એ છે, સમજ કેળવવા માટે બહુ ઝાઝાં થોથાં વાંચવાની જરૂર નથી. મનની મૃગતૃષા માત્ર એક ટીપાંથી જ છિપાઇ જાય, જો ગળે ઊતરે તો!
ઋષિ કહે છે, ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ! આ સર્વ જગત ઇશ-રસનું બનેલું છે, માનવ શરીર પણ. અન્નમાં ઇશત્વ ખોળીએ અને તેવા અન્નથી જઠર ભરીએ તો તનની સાથે મન પણ શિવમય થાય. તૃપ્તિના ઓડકાર માટે અકરાંતિયા થવાની જરૂર નથી, વહેંચીને ખાવાની જરૂર છે. જ્યાંથી લઇએ ત્યાં થોડું પાછું વાળીએ, તે ક્રિયાનું શાસ્ત્રીય નામ છે યજ્ઞ. અન્ન એટલે માત્ર ખોરાક જ નહીં, જીવનમાં જે કંઇ લઇએ ત્યાં આ કસોટી લાગુ કરીએ. સવાયું પાછું વાળ્યાનો સૂક્ષ્મ આનંદ મનને પુષ્ટ કરશે. આવું કરતી વેળા પાડોશી શું કરે છે તેની ચિંતા કરવાની શી જરૂર?
‘લગે રહો મુન્નાભાઇ’ની ગાંધીગીરી યાદ છે ને? આ ગાંધીગીરીનો ચેપ બહુ જબરો છે. એક વાર લાગ્યો એટલે ખલ્લાસ. આ ચેપનું મૂળ કયાં હશે? અરે ભાઇ! આવી નકામી પળોજણ શીદને? મૂળ શોધવાની આ ઝુંબેશમાં કોણ જાણે કેટલાયે મહાસંગ્રામો થયા અને બીજા ઘણા સપાટી ઉપર માથું ઊચકી રહ્યા છે, તેને બદલે કોઇ સાદી સીધી પણ ગમતી વાત ગુંજે ઘાલીએ અને પછી કરીએ ગમતાંનો ગુલાલ!
ચાલો, એક સુંદર વિચારબીજ ખોળી કાઢીએ. ધીરજના ખાતર અને શ્રદ્ધાના સિંચન વડે અનુભવના ખેતરમાં છોડ ખીલવીએ. નાનકડી કૂલડીમાં મગનો એક દાણો વાવીને તેની પહેલી કુંપણથી રોમાંચિત થતી શીશુની આંખમાં ઝાંખીને જોઇશું તો વેદવ્યાસ કે સોક્રેટીસનું સનાતન સ્મિત જડી આવશે. બસ, અહીં જ કયાંક છે, આપણું પોતીકું સ્વર્ગ. ઋષિનું દર્શન કંઇ સ્પૂન ફિડિંગ નથી, ઇશારો છે. ચાલવાનું તો મનખાએ પોતે છે. અનુભવના ખેતરમાં પાકેલો એક દાણો કોઠાર છલકાવવા પૂરતો છે.
વ્યષ્ટિ અને સમષ્ટિનું સામંજસ્ય એ પંચકોષ દર્શનનો મૂળ હેતુ. વ્યકિત પોતાની જાતને બ્રહ્માંડની અખિલાઇ સાથે આત્મસાત્ કરે. અજ્ઞાન, સ્વાર્થ અને ઘમંડના એઇડ્સથી બચવું રહ્યું. પર્યાવરણની અખંડતા એ જીવનમાં પૂર્ણતાની પૂર્વ શરત છે. પ્રદૂષિત અન્ન, હવા, પાણી અને અણધડ નૈતિક મૂલ્યો જીવનનું સૌંદર્ય ખંડિત કરે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને જિનેટિક પ્રયોગોના આડેધડ ઉપયોગથી ઊપજેલ અન્ન શરીરને માંદલું કરે. વાહનો અને ચીમનીઓના ધુમાડા હવાને મેલી કરે.
અહંકાર અને ઇર્ષ્યાથી મન વિષાકૃત થાય અને ઝેરનો આ પ્યાલો આકંઠ પીવાતો રહે અને મરણશીલ માનવ જાતની સામે તેનો ખંડિત પાળિયો ખડખડ હસતો રહે. બહુ નિરાશાની વાતો થઇ ગઇ ખરું ને? કયાંથી શીખવાની શરૂઆત કરીશું? બહુ દૂર જવાની જરૂર નથી. પશુ-પક્ષી અને વૃક્ષો જેવા ‘અભણ’ પડોશીઓ પાસેથી ધડો લઇએ તો પણ ઘણું. પ્રકતિની અદાલતમાં જેટલા ખટલા હશે તે બધા જ માણસ જાત સામે ચાલતા હશે, ખરું ને?
વિશ્વનાં સકળ શાસ્ત્રોનો એક માત્ર સાર છે - જે કંઇ લઇએ તે પહેલાં સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ના ત્રણ ગરણેથી ગાળીને લઇએ અને જે કંઇ પાછું વાળીએ તે પણ એ જ ત્રણ ગરણેથી ગાળીને આપીએ. એમ કરીએ તો ઘડો પણ શાશ્વત આનંદથી છલકાતો રહે અને કૂવો પણ.

No comments:
Post a Comment